Laparoscopy

Laparoscopy ( દુરબીન દ્વારા શસ્ત્રક્રિયા)  શું છે ?

ઓપરેશન કરવાની આ એક આધુનિક પદ્ધતિ છે. જેમાં દર્દીની નાભી પાસે એક નાનકડો કાપી મુકી પછી પેટમાં CO2 ભરી ને દર્દીના પેટમાં દુરબીન ઉતારવામાં આવે છે.

આ દુરબીન ઉપર એક ખાસ પ્રકારનો વીડિયો કેમેરા ગોઠવવામાં આવેલો હોય છે. જેનાથી પેટની અંદરનાં અવયવોનું અવલોકન કરી શકાય છે. આ પદ્ધતિમાં ૦.૫ cm ના ૧-૨ કાપા મુકી અન્ય સાધનો ને પેટની અંદર દાખલ કરી અંદરની પરિસ્થિતિનો અભ્યાસ કરી ઓપરેશન કરવામાં આવે છે.

Adhesiolysis – ગર્ભાશય, ગર્ભવાહક નળીઓ અને અંડાશય જો પેટના અંદરના અવયવો સાથે ચોંટી ગયા હોય તો જરૂર પ્રમાણે sharp/blunt dissection થી તેને છુટા પાડવા.

Ovarian cyst removal – અંડાશયમાં પાણીની ગાંઠ (Ovarian cyst) હોય તો cyst wall કાઢી નાખવામાં આવે છે.

Operation for endometriosis and endometrioma – ગર્ભાશયની આંત:ત્વચા ગર્ભાશયની બહાર ઉગી નીકળે તેને એન્ડોમેટ્રીયોસીસ કહે છે. તેને cautery ની મદદથી બાળી નાખવામાં આવે છે. endometrioma – cyst wall કાઢી નાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને જો ન નીકળે – ચોંટેલી હોય તો તેને Bipolar cauteryની મદદથી બાળવામાં આવે છે.

Myomectomy – ગર્ભાશયની Fibroid ની ગાંઠ લેપ્રોસ્કોપથી કાઢવાને myomectomy કહે છે. આને માટે એક વિશેષ સાધન મોર્સેલેટર વપરાય છે. જેની મદદથી ગાંઠને છોલીને-નાની કરીને-અથવા કાપીને નાની કરીને – બાજુના છિદ્ર-પોર્ટને મોટુ કરી તેમાંથી બહાર કાઢવામાં આવે છે.

Salpingiolysis – Hydrosalpinx – ગર્ભવાહક નળીઓના છેડામાં સોજો આવી ગયો કે ફુલી ગઇ હોય તેને Hydrosalpinx કહે છે. આ નળીની યોગ્ય સારવાર કરવામાં આવે છે.

Ectopic pregnancy – જયારે ટયુબ – નળીમાં પ્રેગનન્સી રહી હોય તો તેને Ectopic pregnancy કહે છે. જેમાં ફેલોપીયન ટયુબમાંથી    પ્રેગનન્સી દુર કરવામાં આવે છે. અને કોઇકવાર જયારે ટયુબ ફાટી ગઇ હોય ત્યારે ટયુબનો અમુક ભાગ કે ટયુબ કાઢી નાખવામાં આવે છે.

PCO drilling – આમાં લેપ્રોસ્કોપની મદદથી એક ખાસ પ્રકારની નીડલ વડે અંડાશય પર થર્મલ કરંટના ઉપયોગથી કાણા પાડવામાં આવે છે. જેને PCO drilling કહે છે. આનાથી બીજનાં નિયમન અને  ગર્ભધારણમાં ચોકકસ ફાયદો થાય. તેથી વંધ્યત્વનાં કિસ્સામાં ઉપયોગી નિવડે છે.