IUI : Intra Uterine Insemination
IUI એટલે
I – (ઇન્ટ્રા) – ની અંદર
U – (યુટ્રેઇન) – ગર્ભાશયની કોથળી
I – (ઇન્સેમીનેશન) – પતિના વીર્યનું મુકવું
આઇ.યુ.આઇ. શા માટે ?
– સારા શુક્રાણુઓને સ્ત્રીના ગર્ભાશયમાં સ્ત્રીબીજ છુટા પડવાના સમયે મુકવાથી ફલન થવાની અને ગર્ભધારણની શકયતા વધે છે.
કયા દંપતી માટે ઉપયોગી ?
– વીર્ય સ્ખલનની નિષ્ફળતા.
– ગર્ભાશયની મુખની તકલીફ.
– Unexplained Infertility
– વીર્યના માપદંડ જરૂર કરતા ઓછા હોવા
– જેમાં શુક્રાણુની સંખ્યા ૧૫ મિલીયન કરતા ઓછી,
– એક જ સીધી દિશામાં ગતિ કરતા શુક્રાણુની સંખ્યા ૩૦ ટકા ઓછી હોય
– થીજાવીને રાખેલું વીર્ય ઉપયોગમાં લેવાનું હોય ત્યારે (Frozen Semen)
– જે સ્ત્રીઓમાં શુક્રાણુઓ માટેના એન્ટીબોડી હોવા જે તેમની ફલન ક્ષમતા ઘટાડે.
આઇ.યુ.આઇ. કયારે સફળ થાય ?
– અંડબીજ (ફોલીકલ) છુટું પડતું હોવું જોઇએ.
– ગર્ભાશયની બંને નળીઓ ખુલ્લી હોવી જોઇએ.
– પુરૂષનાં વીર્યનો કાઉન્ટ ૧૦ થી ર૦ mil/ml ઓછામાં ઓછો હોવો જોઇએ.